ઝાલોદ વણકતલાઇ મંદિર રોડ પર લીમડાના ઝાડ કાપવા અંગે પ્રાંત ઓફિસરને જાગૃત નાગરિક દ્વારા અરજી કરાઈ

રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ

ઝાલોદ વણકતલાઇ મંદિર રોડ પર લીમડાના ઝાડ કાપવા અંગે પ્રાંત ઓફિસરને જાગૃત નાગરિક દ્વારા અરજી કરાઈ

કલેક્ટર દાહોદ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસ દાહોદ ખાતે પણ અરજી મોકલવામાં આવી

ઝાલોદ નગરના બાંસવડાનાકા થી વણકતલાઇ હનુમાનજી રોડ તરફ જતા વર્ષો જુના લીમડાના ઝાડો નગરપાલિકાના નામે ખોટી મંજૂરી પત્રક લખી કાપી નાખવામાં આવેલ છે. આ રસ્તાને બનાવવા માટે કાયદેસર કોઈ મંજૂરી મળેલ નથી છતાંય વર્ષો જુના લીમડાના વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી સદર વિસ્તારને અન્યાય કરવામાં આવેલ છે. આ બાબત નગરપાલિકાને જાણ કરતા તેઓને કોઈ પણ જાતની ખબર નથી. આમ વર્ષો જુના લીમડાના ઝાડ કાપી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. તેની સામે સખત કાયદાકીય પગલાં ભરવા વિનંતી કરતો પત્ર ઝાલોદ નગરના જાગૃત નાગરિક ભરત શ્રીમાળી દ્વારા પ્રાંત ઓફિસર ઝાલોદ, કલેક્ટર ઓફિસ દાહોદ, રેન્જ ફોરેસ્ટ ઓફિસ દાહોદ ખાતે આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: