નડિયાદની જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો વિદ્યાસમાપન સમારોહ યોજાયો
નરેશ ગનવાણી ચીફ નડિયાદ
નડિયાદ:
નડિયાદમાં આવેલી આયુર્વેદિક મહાવિદ્યાલયમાં અભ્યાસકરતા વિદ્યાર્થીઓનો દિનશા પટેલઓડિટોરિયમ ખાતે વિદ્યાસમાપન સમારોહભૂતપૂર્વકેન્દ્રીય મંત્રી દિનશા પટેલનીઅધ્યક્ષતામાં આ સમારોહ યોજાયો વિદ્યાર્થીઓનેઆર્યુવેદ ડોક્ટરની પદવી એનાયતકરીઆયુર્વેદ ડોક્ટર બનવા માટે જે વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે આ કોલેજમાંએડમિશન લીધું હતું. તેવા વિધાર્થીઓસાડા પાંચ વર્ષના અભ્યાસક્રમપછી પાસ થયેલા ૧૦૦જેટલા વિદ્યાર્થીઓને ઉપસ્થિતમહેમાનોના હસ્તે આર્યુવેદડોક્ટરની પદવી આપવામાંઆવી હતી. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી બોલતા દિનશા પટેલેજણાવ્યું કે પદવી લીધા પછીસમાજમાં સેવા કરવાની તક મળી છે. તેને નિભાવજો, વધુમાં જણાવ્યું કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે બીજાને શીખવજો, બાળક પાંચ વર્ષ નુ થાય ત્યાં સુધી ૮૦ ટકા શીખી લે છે. ત્યારબાદનું વધુ શીખે છે.આ પ્રસંગે પી.યુ વૈષ્ણવ, કલાપી પટેલે ઉદબોધન કર્યા હતા.આ સમારંભમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેનભાસ્કર દેસાઈ, મંત્રી અનુપ દેસાઈ, આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર એસ એન ગુપ્તા, ડોક્ટર પી.યુ .વૈષ્ણવ, ડોક્ટર કલાપી પટેલ, મહાગુજરાત મેડિકલ સોસાયટીના હોદ્દેદારો ,સ્ટાફ તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ચ્હાની લારીચલાવતા પિતાની પુત્રી પણ આજે આયુર્વેદ ડોક્ટર બની હતી.