ઝાલોદ તાલુકાના વગેલા ગામે જમીનમાં રસ્તો કાઢવા બાબતે ચાર જણાએ એકને માર માર્યાે
દાહોદ તા.૦૭
ઝાલોદ તાલુકાના વગેલા ગામે જમીનમાં રસ્તો કાઢવા બાબતે ચાર જેટલા ઈસમોએ એકને લાકડી વડે તથા પથ્થર વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના વગેલા ગામે પણીયા ફળિયામાં રહેતા ભરતભાઈ રસુભાઈ ડામોર, સુરેશભાઈ રસુભાઈ ડામોર, મસુલભાઈ કનુભાઈ ડામોર તથા જીથાભાઈ કનુભાઈ ડામોરે પોતાના ફળિયામાં રહેતા રાજેશભાઈ રમસુભાઈ ડાંગીના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમો અમારી જમીનમાં રોડ કાઢીએ છીએ તેમાં તમો કેમ ના પાડો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાય જઈ રાજેશભાઈને છુટ્ટા પથ્થર વડે તથા લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત રાજેશભાઈ સમસુભાઈ ડાંગીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.