દાહોદ તાલુકાના છાપરી ગામે કલેક્ટર કચેરી ખાતે એક વકીલને માર મારી મારી નાંખવાની ધમકી અપાઈ
દાહોદ તા.૦૭
દાહોદ તાલુકાના છાપરી ગામે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની કચેરીમાં ચાલતો મીલ્કત સંબંધી કેસની સુનાવણીમાં સામાપક્ષેથી એક ઈસમે અરજદારના વકીલને ગળુ પકડી બેફામ ગાળો બોલી ગાલ પર મુક્કો મારી ઈજા કરતાં કલેક્ટર કચેરી ખાતે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સમગ્ર મામલે સમાધાન ન થતાં આખરે ઘટનાના બે મહિના બાદ અરજદારના વકીલે ફરિયાદ નોંધાવતા અનેક તર્ક વિતર્કાે વહેતા થવા માંડ્યા છે અને આ સંબંધે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા.૧૫.૧૦.૨૦૧૯ ના રોજ વકીલ અરવિંદકુમાર મીઠાલાલ પરીખ (ચાકલીયા રોડ,લક્ષ્મી મીલ રોડ, દાહોદ, તા.જિ.દાહોદ ) પોતાના અરજદાર તથા દાહોદ શહેરના ધોબીવાડ વિસ્તારમાં રહેતા સોનલકુમાર રમેશકુમાર દેસાઈ વચ્ચે ચાલતાં મીલ્કત સંબંધી કેસ સંદર્ભે દાહોદના છાપરી મુકામે આવેલ કલેક્ટરના ચેમ્બરમાં કેસ ચાલતો હતો. ચાલુ સુનાવણીમાં ઉપરોક્ત વકીલ તથા તેમના અરજદારે મનાઈ હુકમનો દાવો કર્યાે હતો અન મુદત તા.૧૬.૧૦.૨૦૧૯ના રોજ તે સાંભળતા એકદમ ઉશ્કેરાયેલ સોનલકુમાર રમેશકુમાર દેસાઈએ અરવિંદકુમાર પરીખનું ગળુ પકડી બેફામ ગાળો બોલી મુક્કો મારી ગાલ પર ઈજા પહોંચાડી હતી અને મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે વકીલ અરવિંદકુમાર મીઠાલાલ પરીખે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

