ઝાલોદ નગરના રહેણાંક વિસ્તારમાં મકાન માલિકના ધાબા પર 5G ટાવર નખાતા સ્થાનિકોનો વિરોધ
પ્ર્તિનિધિ ઝાલોદ સિંધુ ઉદય
ગીચ વિસ્તાર તેમજ મોબાઇલ માંથી નીકળતા રેડીએશનને લઇ સ્થાનિકો ચિંતિત

ઝાલોદ નગરમાં ગીતા મંદિર વિસ્તારમાં આવેલ મનોજભાઈ અગ્રવાલના ધાબા પર 5G મોબાઇલનું ટાવર તેમની પોતાની મંજૂરી થી કોઈ કંપનીનું નાખવામાં આવી રહેલ છે. જેથી ત્યાં આસપાસના વિસ્તારના રહેણાંક લોકો તેમજ દુકાનદારોને આ ખબર પડતાં ટાવર માંથી નીકળતા રેડીયેશન નીકળશે તેમ લાગતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો ચિંતિત બન્યા હતા અને ત્યાં વસનાર લોકો દ્વારા નગરપાલિકા અને પ્રાંત અધિકારીને આ અંગે એક અરજી આપી તે અંગે જાણકારી આપી હતી. ત્યાં વસનાર લોકોના કહેવા અનુસાર 5G ટાવર માંથી નીકળનાર રેડીયેશન ગર્ભવતી મહિલા, બીમાર વ્યક્તિ તેમજ નાના બાળકોમાં ગંભીર બીમારીઓ ફેલાવે છે અને 5G ટાવર રહેણાંક વિસ્તાર બહાર ખુલ્લી જગ્યામાં કંપની નાખે તેવું અહીંના રહીસોનું માનવું છે.
મોબાઇલ ટાવર જે અમારા ધાબા પર નાખવામાં આવી રહ્યું છે જો તે ટાવરને લઈ કોઈ સમસ્યા હસે તો જનહિતમાં ચોક્કસ કામ કરીશું. કોઈ પણ વ્યક્તિને તકલીફ કે નુકશાન થાય તેવું કામ નહીં કરીએ. તેમજ નગરના હિત માટે જે હસે તે જ કામગીરી કરીશું.
મનોજભાઈ અગ્રવાલ

