દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં પિતા – પુત્રએ સફાઈ કર્મચારીને ફટકાર્યાે

દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં એક સફાઈ કર્મચારીને પિતા – પુત્રએ સફાઈ કામ કરતાં અટકાવી જાતી વિરૂધ્ધ અપશબ્દો બોલી લોખંડની પાઈપ વડે માર મારી પાંસળી ફેક્ચર કરી ધિંગાણુ મચાવ્યાનું જાણવા મળે છે.
ફતેપુરા નગરમાં અંબીકા સોસાયટીમાં રહેતા અને સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતાં રાયસીંગભાઈ વરસીંગભાઈ પરમાર ગત તા.૧૯.૧૦.૨૦૧૯ ના રોજ ફતેપુરા નગરમાં સરકારી દવાખાનાની સામે રહેતા જીજ્ઞેશભાઈ ઉમેશભાઈ કલાલના ઘરના આંગણે સાફ સફાઈ કરતાં હતા તે સમયે જીજ્ઞેશભાઈ તથા તેના પિતા ઉમેશભાઈ કલાલ ત્યાં આવી રાયસીંગભાઈને બેફામ ગાળો બોલી સાફ સફાઈ નથી કરવાની તેમ કહી એકદમ ઉશ્કેરાય જઈ લોખંડની પાઈપ વડે રાયસીંગભાઈ પરમારને માર મારી રાયસીંગભાઈ પરમારની પાંસળી ફેક્ચર કરી જાતિ અપમાનીત શબ્દો બોલતાં આ
આભાર – નિહારીકા રવિયા સંબંધે ઈજાગ્રસ્ત રાયસીંગભાઈ વરસીંગભાઈ પરમારે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: