ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં ગુરુ ગોવિંદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
રિપોટર – અજય સાસી
ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં ગુરુ ગોવિંદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ઠાકોર ફળિયામાં આવેલી શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે કાર્યરત છે જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે તેમજ અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે. જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા આજરોજ પ. પૂ. ગોવિંદ ગુરુ મહારાજની 164 ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ચોકલેટો તેમજ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા એ વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદ મહારાજ ની જન્મથી માંડીને જીવન દરમ્યાન જે કાર્યો કર્યા છે, આદિવાસી સમાજના કલ્યાણ માટે જે કર્યું છે એની સમજ આપી હતી. અશ્વિનભાઈ સી. સંગાડા દ્વારા વિદ્યાર્થીઓને એવું જણાવવામાં આવ્યું હતું કે આજે ગુરૂ ગોવિંદ ની વાણી સાચી પડી રહી છે તેના ઉદાહરણો ની સમજ આપી હતી.. જય ગુરુ માલિક સાથે ગુરુ ગોવિંદ ને શત શત પ્રણામ કર્યા હતા.. અને સૌને જય ગુરુ મહારાજ એવું કીધું હતું. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં ખૂબ જ આનંદભેર ગુરુ ગોવિંદ મહારાજ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.