પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃતિમા સંડોવાયેલ પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી પોરબંદર જિલ્લા જેલ ખાતે મોકલી આપતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
રિપોટર અજય સાસી
પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃતિમા સંડોવાયેલ પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી પોરબંદર જિલ્લા જેલ ખાતે મોકલી આપતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ નાઓએ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ પ્રોહીબિશનની કડક અમલવારી કરાવવા તેમજ પ્રોહીની અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારુ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા માટે જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને જરુરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને જિલ્લામા ગેરકાયદેસર દારુ ઘુસાડવાની તેમજ હેરાફેરી કરી પ્રોહીના ગુનામા સંડોવાયેલ ઇસમો તેમજ લીસ્ટેડ બુટલેગરોની દાહોદ પોલીસે આયોજનબધ્ધ યાદી તૈયાર કરી અને તેમના વિરુધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી કલેકટર સાહેબ શ્રી ડૉ.હર્ષિત.પી.ગોસાવી IAS, દાહોદનાઓ તરફ મોકલી આપેલ.
જે બાબતે કલેકટર સાહેબ શ્રી ડૉ.હર્ષિત.પી.ગોસાવી IAS, દાહોદ નાઓએ તુષારભાઇ મગનભાઇ જાતે સુવાણ રહે.કુંદવાડા તા.ધાનપુર જી.દાહોદ વિરુધ્ધ પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી પાસા હેઠળ અટકાયત કરવાનુ વોરંટ ઇશ્યુ કરેલ. જેથી ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબિશનના બુટલેગર તુષારભાઇ મગનભાઇ જાતે સુવાણ ને વોરંટની બજવણી સારુ મે.પોલીસ અધિક્ષકશ્રી દાહોદ નાઓએ એલ.સી.બી., પો.ઇન્સ.શ્રી એમ.કે.ખાંટ નાઓએ જરૂરી સુચના કરેલ.
જે અનુસંધાને એલ.સી.બી., પો.ઇન્સ.શ્રી એમ.કે.ખાંટ નાઓની સુચના મુજબ એલ.સી.બી., પો.સ.ઇ.શ્રી એમ.એફ.ડામોર તથા પો.સ.ઇ.શ્રી આર .બી.ઝાલા તથા એલ.સી.બી.ની ટીમો પાસા હુકમમા જણાવેલ ઇસમની માહિતી એકત્રિત કરવા સારુ નિકળેલ તે દરમ્યાન બાતમી આધારે પાસા હુકમમા જણાવેલ ઇસમ તુષારભાઇ મગનભાઇ જાતે સુવાણ રહે. કુંદવાડા તા.ધાનપુર જી.દાહોદની ગુપ્ત રીતે વોચ ગોઠવી મળી આવતા, પાસા હુકમની બજવણી કરી જરુરી પોલીસ જાપ્તા હેઠળ પોરબંદર જિલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.