ગુરુ ગોવિંદ ચોક સંજેલી ખાતે આદિવાસી પરિવાર દ્વારા ગુરુ ગોવિંદ મહારાજની જન્મ જયંતીની આનંદભેર ઉજવણી કરવામાં આવી
રિપોટર – અજય સાસી
ગુરુ ગોવિંદ ચોક સંજેલી ખાતે આદિવાસી પરિવાર દ્વારા ગુરુ ગોવિંદ મહારાજની જન્મ જયંતીની આનંદભેર ઉજવણી કરવામાં આવી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જૂના બસ સ્ટેન્ડ ખાતે ગુરુ ગોવિંદ ચોક ની સ્થાપના કરવામાં આવેલી છે અને હાલ આ વિસ્તાર ગુરુ ગોવિંદ ચોકના નામથી જાણીતો છે ત્યારે આજ રોજ ગુરુ ગોવિંદ મહારાજ ની જન્મ જયંતી નિમિતે આદિવાસી પરિવાર દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુ ગોવિંદ મહારાજ ની મૂર્તિને ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી અને ફૂલહાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .અને રોશની પણ ગોઠવવામાં આવી હતી. આદિવાસી પરિવારના વડીલો તેમજ મિત્રો અને ગુરુ ગોવિંદ મહારાજના ભકતો ભેગા મળીને પૂજા અર્ચના હવન કરીને ધજા ચડાવવામાં આવી હતી.
આદીવાસીના મસીહા અને આદિવાસીના ગુરુ ભગત ક્રાંતિના પ્રણેતા આદિવાસીઓના જન નાયક પ. પૂ. ગોવીન્દ ગુરુ મહારાજની 164 ની જન્મ જયંતી નિમિતે ગોવિંદ ગુરુ ધામ કોટા – સંજેલી ખાતે ભજન કીર્તન તેમજ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.. આજુ બાજુ વિસ્તારના વિસ્તારના લોકો આસ્થાભેર ઉજવણી માં ભાગ લીધો હતો.. જય ગુરુ માલિક અને ગુરુ ગોવિંદ મહારાજ ની જય સાથે ગુરુ ગોવિંદ ચોક વિસ્તાર ગુરુ ગોવિંદ મહારાજ ના ભજનો સાથે ગુંજી ઉઠ્યો હતો. સાથે સાથે સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં આવેલી શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને સાથે ગુરુ ગોવિંદ મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી . આમ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા 10 ફૂટ ઊંચી ગુરુ ગોવિંદ મહારાજની પ્રતિમાનું પારંપરિક વેશભૂષા ઢોલ નગારા ભજન કીર્તન સાથે આદિવાસી પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.