ફતેપરા બ્લોક કક્ષાનો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન સુખસર ખાતે યોજાયો,
રિપોટર શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપરા બ્લોક કક્ષાનો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન સુખસર ખાતે યોજાયો,
સુખસર કૃષિ શાળા ખાતે બી.આર.સી. ભવન ફતેપુરા અને શિક્ષણ સમિતિ ફતેપુરા ધ્વારા તાલુકા કક્ષાનું પ્રદર્શન યોજાયું. જેમા રમેશભાઈ કટારા ધારાસભ્યશ્રી ફતેપુરા, પ્રફુલભાઈ ડામોર શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી દાહોદ, શંકરભાઈ આમલીયાર ભા.જ.પા. પ્રમુખ દાહોદ જિલ્લો, પ્રાચાર્યશ્રી દાહોદ, પ્રમુખશ્રી તાલુકા પંચાયત, જિલ્લા સદસ્યશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ, બન્ને સંઘના હોદેદારો તથા શિક્ષકો અને બાળવૈજ્ઞાનિકો હાજર રહયા. તાલુકામાંથી ૧૧૫ કૃતિઓનું પ્રદર્શન યોજાયું. તાલુકાની ૨૩૬ શાળાઓએ ભાગ લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા. સમગ્ર કાર્યક્રમ સુખસર કૃષિ શાળા સ્ટાફ, બી.આર.સી. સ્ટાફ અને શિક્ષણ સમિતિ સ્ટાફ ઘ્વારા આયોજિત કરી સફળ બનાવવામાં આવ્યો.