દાહોદ જિલ્લાના બાગયાતી ખેતી કરતા ખેડૂતો જોગ
રિપોટર નીલ ડોડીયાર
દાહોદ જિલ્લાના બાગયાતી ખેતી કરતા ખેડૂતો જોગ
દાહોદ, તા. ૨૧ : દાહોદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની વિવીધ યોજનાઓના લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી હતી. આ ઓનલાઇન કરેલી અરજીઓને અત્રેની કચેરી દ્વારા પૂર્વમંજૂર કરાઇ હતી.
જે ખેડૂતોને અરજી માટે પૂર્વ મંજૂરી મળેલી છે. તેમના સહાય કેસોના ખર્ચ બીલો સ્વીકારવાની અંતિમ તા. ૩૧/૧૨/૨૦૨૨ હોય તમામ બાગાયતી ખેડૂત મિત્રોએ તા. ૩૧-૧૨/૨૦૨૨ સુધીમાં જરૂરી અસલ બીલો સહિત સાધનિક કાગળો અત્રેની કચેરી – નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, દાહોદ, રૂમ નં. ૨૩૩-૨૩૫, બીજો માળ, જિલ્લા સેવા સદન, છાપરી રોડ, દાહોદ. ફોન નં. (૦૨૬૭૩-૨૩૯૨૫૧) ઉપર રજૂ કરવાના રહેશે. જેની બાગાયતી ખેડૂત મિત્રોને નોંધ લેવા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
૦૦૦