આગામી 25 તારીખે દાહોદ વિજય ઉત્સવમાં ઉપસ્થિત રહેશે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે
આગામી 25 તારીખે દાહોદ વિજય ઉત્સવમાં ઉપસ્થિત રહેશે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ કમલમ ખાતે આજે સંગઠનની અને કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
આ મીટીંગ નું સંચાલન દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા કરવામાં આવ્યું હતું મીટીંગ નો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો ત્યાર બાદ દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલીયર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું કે દાહોદ જિલ્લાની છ એ છ સીટ નો શ્રેય દાહોદ જિલ્લાના છેવાડા સુધીના તમામે તમામ કાર્યકર્તાઓની જીત છે આ બેઠકનો મુખ્ય હેતુ આવનારી 25 તારીખે દાહોદ જિલ્લામાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિજય ઉત્સવમાં સામેલ થવા આવવાના હોય તે અંગેની ચર્ચા તેમજ દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની છ સીટ ઉપર થયેલા વિજય અંગે દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની તેમજ સ્નેહલ
ધરિયા તથા જિલ્લા પ્રમુખ શંકર અમલિયારે માર્ગદર્શન આપ્યું હતું
હવે પછી 2024 માં લોકસભાની ચૂંટણી આવવાની છે તેને લઈને પણ હોદ્દેદારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા 25 ડિસેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે જે પણ બુથમાં સૌથી વધુ મતો ભારતીય જનતા પાર્ટી મળ્યા છે એ બુથ ના કાર્યકર્તાઓને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પટેલ સન્માનિત કરશે તેવી જાહેરાત મહામંત્રી નરેન્દ્ર સોનીએ કરી હતી
ત્યારબાદ વિજેતા ધારાસભ્યોને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી તથા 25 તારીખ ના કાર્યક્રમને લઈ આ બેઠકમાં જિલ્લામાંથી તમામ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી
આ બેઠકમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલિયર, મહામંત્રી નરેન્દ્ર સોની, મહામંત્રી સ્નેહલ ધરિયા તેમજ દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, ફતેપુરા ના
ધારાસભ્ય રમેશ કટારા દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના તામમ પાખ ના હોદ્દેદારો તથા તાલુકામાંથી આવેલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા