ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા ગરબાડા ખાતે પાંચ ધ્વજાના સંકલ્પ પેટે ચોથી ધ્વજા ચઢાવાઇ
રિપોટર પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા ગરબાડા ખાતે પાંચ ધ્વજાના સંકલ્પ પેટે ચોથી ધ્વજા ચઢાવાઇ વિશ્વકર્મા કથાકાર જયંતિભાઈ શાસ્ત્રીજીએ ઝાલોદ વિશ્વકર્મા મંદિરે સમાજના આગ્રહ થી વિશેષ હાજરી આપી
ઝાલોદ વિશ્વકર્મા પંચાલ વિકાસ ટ્રસ્ટ તેમજ વિશ્વકર્મા મહિલા મંડળ દ્વારા ગત વિશ્વકર્મા જયંતિને અવસરે પાંચ વિશ્વકર્મા મંદિરે ધ્વજા ચઢાવવાનો સંકલ્પ લીધો હતો અને તે સંકલ્પ એક વર્ષમાં પૂર્ણ કરવાનો છે. તેમના દ્વારા ઝાલોદ , સંજેલી , ઇલોડગઢ એમ ત્રણ ધ્વજા મહિલા મંડળ દ્વારા ચઢાવવામાં આવેલ હતી તે અન્વયે આજે ચોથી ધ્વજા તેમના દ્વારા ગરબાડા ખાતે વિશ્વકર્મા મંદિરે ચઢાવવામાં આવી હતી.
ચોથી ધ્વજા ચઢાવતી વખતે વિશ્વકર્મા કથાકાર જયંતિભાઈ શાસ્ત્રીજી ની વિશેષ ઉપસ્થિત રહી હતી. જયંતીભાઈ શાશત્રીજી દ્વારા ધ્વજાની પૂજા, અર્ચન અને આરતી કરાવવામાં આવી હતી અને તેમના આશીર્વાદ તેમજ આશીર્વચન લઈ ચોથી ધ્વજા ગરબાડા ખાતે વિશ્વકર્મા ભગવાનના જય જયકાર સાથે ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા મંડળના પ્રમુખ ભાનુબેન , ઉપ પ્રમુખ નિલેશ્વરીબેન , મંત્રી જયશ્રીબેન , ખજાનચી જયશ્રીબેન તેમજ મહિલા મંડળના સહુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ પ્રસંગમાં દાહોદ પંચાલ મહિલા મંડળના પ્રમુખ રીનાબેન પંચાલ અને મંત્રી નિલેશ્વરીબેન હાજર રહ્યા હતા. સાથે ઝાલોદ પંચાલ સમાજના મંત્રી અનિલભાઈ પંચાલ અન્ય આગેવાનો તેમજ ગરબાડા પંચાલ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઝાલોદ પંચાલ સમાજના આગ્રહથી દાહોદ ખાતે કથા કરવા પધારેલ વિશ્વકર્મા કથાકાર જયંતિભાઈ શાશત્રીજી ઝાલોદ વિશ્વકર્મા મંદિરે પધારેલ હતા. પંચાલ સમાજના સહુ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.ત્યારબાદ વિશ્વકર્મા મંદિરે શાસ્ત્રીજી દ્વારા આશીર્વચન આપવામાં આવેલ હતું. ઝાલોદ વિશ્વકર્મા મંદીર ખાતે મોટી સંખ્યામાં પંચાલ સમાજના લોકો હાજર રહ્યા હતા.