લિટલ માસ્ટર ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ લીમડી ખાતે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી
પંકજ પંડિત ઝાલોદ
શ્રીનિવાસનો ગણિતજ્ઞ જન્મતિથિ અંતર્ગત ઉજવણી કરાઈ
લિટલ માસ્ટર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ લીમડી ખાતે આજરોજ શાળામાં ભારતના શ્રીનિવાસ રામાનુજનનો ગણિતજ્ઞ જન્મ પુણ્યતિથિ નિમિત્તે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો દ્વારા વિવિધ ચાર્ટ બનાવી ચાર્ટને સમજૂતી બાળકોને આપવામાં આવી જેમાં ગણિતના શિક્ષકો વિશાલભાઈ સિસોદિયા અને ઊર્મિબેન સોરઠા એમના માર્ગદર્શન હેઠળ ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી અને આચાર્ય મિત્તલ શર્મા દ્વારા ગણિત વિષયને જીવનમાં રહેલો મહત્વ અને દૈનિક જીવનમાં ગણિતનું મૂલ્ય બાળકોને સમજાવવામાં આવ્યું અને ભાવિ શિક્ષણમાં ગણિત વિષય ને મહત્ત્વ આપવાનું અપીલ કરવામાં આવી છે.