દાહોદ શહેરના વોર્ડ નંબર ૪માં નવીન રસ્તાનું પાલિકા પ્રમુખના હસ્તે ખાત મુહુર્ત
દાહોદ શહેરના વોર્ડ નંબર ૪માં નવીન રસ્તાનું પાલિકા પ્રમુખના હસ્તે ખાત મુહુર્ત ઃ ગંદકી કરનાર લારી ગલ્લાવાળા સહિત ધંધો, રોજગાર કરતાં વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ



દાહોદ તા.૨૨
દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે ત્યારે દાહોદ શહેરના વોર્ડ નંબર ૪ના પ્રાકૃતિક નગર ખાતે નવીન સીસી રોડ બનાવવાની કામગીરી માટે દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં અન્ય વિસ્તારમાં પણ રસ્તાઓ સહિત અનેક વિધ કામગીરીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે. વધુમાં દાહોદ શહેરમાં લારી, પથારાવાળા વિગેરે ધંધો, રોજગાર કરતાં લોકો દ્વારા જાે ગંદકી ફેલાવાશે તો તેઓની સામે પણ દંડનીય કાર્યવાહી કરવાનું પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

