લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે ગતરોજ સાંજના સમયે ત્રાટકેલા તસ્કરો
રિપોટર – રમેશ પટેલ
દાહોદ તા.૨૨

લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે ગતરોજ સાંજના સમયે ત્રાટકેલા તસ્કરોએ એક ખેતરમાં બોરના નાંખેલ સબમર્સીબલ પંપ, મોટરનો પાઈપ તથા મોટરનો કેબલ વાયર મળી કુલ રૂા. ૯,૫૦૦ની મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
મોટી બાંડીબાર ગામે ગત તા. ૧૮-૧૨-૨૦૨૨ના રોજ રાતના સમયે તસ્કરોએ મોટી બાંડીબાર ગામના કુંભારવાડ ફળીયામાં રહેતા અજયકુમાર ચંદુભાઈ રાવતના ખેતરમાં ત્રાટક્યા હતા અને ખેતરમાં આવેલ બોરમાં નાંખેલ રૂા. ૫૦૦૦ની કિંમતનો સબમર્સીબલ પંપ(ંમોટર), રૂા. ૨૫૦૦૦ની કિંમતનો મોટરનો પાઈપ તથા રૂા.૨૦૦૦નો કેબલ વાયર મળી કુલ રૂા. ૯,૫૦૦ની મત્તા ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે મોટી બાંડીબાર ગામના અજયકુમાર ચંદુભાઈ રાવતે નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

