જેસાવાડા ના કિરણસિંહ ચાવડા ને કબીર કોહિનૂર એવોર્ડ 2023 માટે પસંદ કરવામાં આવ્યા.
નીલ ડોડીયાર
જેસાવાડા ના કિરણસિંહ ચાવડા ને કબીર કોહિનૂર એવોર્ડ 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે .
ગરબાડા તારીખ 22
ભારત ભૂષણ મહંત ડૉ.નાનકદાસજી પૂર્વ સભ્ય કેન્દ્રીય ટી બોડૅ ભારત સરકાર, અખિલ ભારતીય કબીર મઠ પરંપરાગત સદૃગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન બડી ખાટૂ નાગૌર રાજસ્થાન અને કબીર સમાધિ સ્થળ મગહર ધામ તરફથી 504મો કબીર મહાપરિનિમૉણ મહોત્સવ ના પવિત્ર અવસર દેશમાં પહેલી વખત કબીર કોહિનૂર એવોર્ડ રાષ્ટ ના 100 મહાન હસ્તીઓ ની પસંદગી કરવામાં આવી હતી.જેમા ગુજરાત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગામની ભૂતવડ પ્રાથમિક શાળા ના આચાર્ય કિરણસિંહ ચાવડા ને સમાજ સેવા, વ્યશનમુકિત, ઉત્તમ શિક્ષણ કાર્ય માટે નિર્ણાયક સમિતિ દ્વારા કબીર કોહિનૂર એવોર્ડ 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે તેમને તા 5 ફેબ્રુઆરી 2023 ના રોજ ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય હોલ જનપથ રોડ નવી દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવશે
પ્રકાશિત આર્થે