ઝાલોદ નગરનાં લીમડી ગૌરક્ષક દળ અને સંજેલી પોલીસની મદદથી કતલખાને થી બે ગૌવંશ બચાવી લેવાયા

પંકજ પંડિત ઝાલોદ

એક વ્યક્તિ ઘટના સ્થળેથી પકડી પાડવામાં આવેલ હતી તેમજ એક વ્યક્તિ નાશી ગયેલ હતી

લીમડી નગરનાં ગૌરક્ષક દળની ટીમને કરંબા ગામના છાયણ ફળિયામાં ગૌવંશ કતલ થવાની માહિતી મળી હતી તે ,ત્યારે સહુ ગૌરક્ષક ટીમના કાર્યકર્તાઓ બાતમી મળેલ જગ્યાએ પહોંચી ગયેલ હતા. 

સંજેલી તાલુકામાં કરંબા પાસેના ગામમાં તળાવ પાસેના એક મકાન માંથી ગૌરક્ષક દળને એક કતલ થયેલ ગૌમાતાનું માંસ તેમજ અન્ય બે જીવિત ગૌ માતા જોવા મળેલ હતી.
ઘટના સ્થળે ગૌ માંસ તેમજ જીવિત બે ગૌમાતા જોવા મળેલ હતા. ત્યારબાદ ગૌરક્ષક દળ દ્વારા સંજેલી પોલીસનો સંપર્ક કર્યો હતો. સંજેલી પોલિસ દ્વારા માહિતીને ગંભીરતા લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી. સંજેલી પોલિસ અને ગૌરક્ષક દળના સંયુક્ત ઓપરેશનમાં ઘટના સ્થળે થી એક વ્યક્તિને નાસવા જતા પકડી લીધેલ હતો અને બીજો એક વ્યક્તિ ઘટના સ્થળેથી નાશી ગયેલ હતો.
સંજેલી પોલીસ અને ગૌરક્ષક દળની ટીમના કાર્યકર્તાઓ સહુ સાથે મળી જીવિત બંને ગૌ માતા તેમજ કતલ કરેલ ગૌ માંસને પોલિસ સ્ટેશનમાં લઈ આવેલ હતા. સંજેલી નગરના લોકોને આવી ક્રુર ઘટનાની માહિતી મળતા સંજેલી પોલીસ સ્ટેશન પર પહોંચી ગયેલ હતા, ત્યાર બાદ સમગ્ર લીમડી ગૌરક્ષક ટીમના કાર્યકર્તાઓ તેમજ માહિતી સંજેલી નગરના સહુ કાર્યકર્તાઓ દ્વારા ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ કડકમાં કડક પગલાં લેવા પોલીસ પાસે માંગ કરવામાં આવેલ હતી. લીમડી નગરના ગૌ રક્ષક ટીમ દ્વારા તેમજ સંજેલી નગરના કાર્યકર્તાઓ દ્વારા પોલીસના ખૂબ જ સુંદર સહકાર માટે તેમનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!