વિધાનસભાની ચૂંટણીના મતદાનના દિવસે મારગાળા ગામે મછાર ફળિયા વર્ગ મતદાન મથક બુથ નંબર પાંચ પર ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે થયેલા ઝઘડામાં કોંગ્રેસના એજન્ટને ચપ્પુ હુલાવી દેનાર આરોપીને ઝડપી પાડતી સુખસર પોલીસ

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

વિધાનસભાની ચૂંટણીના મતદાનના દિવસે મારગાળા ગામે મછાર ફળિયા વર્ગ મતદાન મથક બુથ નંબર પાંચ પર ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે થયેલા ઝઘડામાં કોંગ્રેસના એજન્ટને ચપ્પુ હુલાવી દેનાર આરોપીને ઝડપી પાડતી સુખસર પોલીસ*

તારીખ 5 ડિસેમ્બર 2022 ના રોજ ફતેપુરા તાલુકાના મારગાળા ગામે મછર ફળિયા વર્ગ મતદાન મથક બુથ નંબર પાંચ પર મતદાન ચાલુ હતું તેમાં કોંગ્રેસના ઉમેદવારના એજન્ટ તરીકે મારગાળા ગામના તળ ગામ ફળિયાના રમણભાઈ મલીયા ભાઈ ભગોરા હતા તેમ જ ભાજપના ઉમેદવારના એજન્ટ તરીકે મારગાળા ગામના સંજયભાઈ રમેશભાઈ ભાભોર અને સુક્રમભાઈ ગજસીભાઈ ભાભોર હતા.
મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારના એજન્ટો વચ્ચે બોગસ મતદાન કરાવવા બાબતે ઝઘડો થયો હતો અને ભાજપના એજન્ટોએ કોંગ્રેસના એજન્ટને મતદાન મથકની બહાર કાઢી મૂક્યો હતો આ સમયે મતદાન મથક ની બહાર મારગાળા ગામના દલાભાઈ વાલાભાઈ ભાભોર તથા જીગ્નેશભાઈ લલીતભાઈ ભાભોર ઉભા હતા અને તેઓએ રમણભાઈ મલીયાભાઈ ભગોરાને ખોટી ગાળો બોલી છુટા હાથની મારામારી કરી હતી તે દરમિયાન મારગાળા ગામના દલાભાઈ વાલાભાઈ ભાભોરે કોંગ્રેસના એજન્ટ રમણભાઈ ભગોરાને તેના હાથમાં ચપ્પુ ડાબી બાજુ છાતીના નીચેના ભાગે મારી દેતા ઉંડો ઘા પડી ગયેલ હતો અને રમણભાઈ ભગોરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ બાબતે ફતેપુરા તાલુકાના મારગાળા ગામના તળ ગામ ફળિયાના રમણભાઈ મલીયા ભાઈ ભગોરાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુખસર પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા સુખસર પીએસઆઇ મિત્તલ પટેલે સુખસર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સોર્સની મદદથી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ને કામે લગાડીને આરોપીઓને ઝડપી પાડવા માટેના તમામ પ્રયાસો શરૂ કર્યા હતા.
તેમાં આ હુમલાના મુખ્ય આરોપ તેમાં આ હુમલાના મુખ્ય આરોપી દલાભાઈ વાલાભાઈ ભાભોર ને તેના આશ્રય સ્થાનેથી હુમલામાં વાપરેલા ચપ્પુ સાથે સુખસર પોલીસે ઝડપી પાડ્યો છે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવાના સુખસરના સુખસર પોલીસના પ્રયાસો ચાલુ જ છે. આમ સુખસર પોલીસ મથકના 307 ના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સુખસર પોલીસને સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: