ખેડા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ
નરેશ ગનવાણી બ્યરોચિફ્ નડિયાદ
ખેડા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ
ખેડા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ એસ.પી.કપ ૨૦૨૨નું ઉદ્ઘાટન આજે નડિયાદ તાલુકાના ઉતરસંડા ના એમ.કે. પટેલ સ્ટેડિયમમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બી આર બાજબાઇએ કર્યું.
જેમાં ૨૩ પોલીસ સ્ટેશન સહિત શાખાઓની ટીમોએ ભાગ લીધો નોડલ અધિકારી તરીકે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બી.આર બાજબાઈને રાખવામાં આવ્યા હતા. જિલ્લામાં આવેલા વિવિધ પોલીસ સ્ટેશન નડિયાદ ટાઉન,નડિયાદ પશ્ચિમ,નડિયાદ રૂલર ચકલાસી, ડાકોર, મહુધા, કપડવંજ, ખેડા, માતર સેવાલિયા વિવિધ કુલ ૨૩ પોલીસ સ્ટેશનની ટીમો આ ખેડા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ના ક્રિકેટ ગ્રાઉન્ડ પર સવારે ૮.૩૦ કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૩ ટીમો વચ્ચે મેચ રમાશે આ ટૂર્નામેન્ટની પહેલી મેચ ડાકોર
અને વસો પોલીસ સ્ટેશન ટીમો વચ્ચે રમાઇ હતી. આ મેચ ૧૨ ઓવરની રમાઈ હતી. ફાઇનલ તેમજ સેમિફાઇનલ ક્રિકેટ મેચ ૧૬ ઓવરની રહેશે. આ ટૂર્નામેન્ટનુ ફાઇનલ મેચ ૨૯મી ડીસેમ્બરના રોજ આ
જ ગ્રાઉન્ડ ઉપર રમાશે. વિજેતા ટીમને એસપી ટ્રોફી એનાયત કરવામાં આવશે.આ પ્રસંગે ઉતરસંડા ગામના સરપંચ સહિત અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.




