દાહોદ તથા ઝાલોદ તાલુકામાંથી પોલીસે બે જગ્યાએથી કુલ રૂ.૭૯,૨૭૦ના પ્રોહી જથ્થા સાથે એક મહિલાની અટક કરી : એક પોલીસને જાઈ ફરાર
દાહોદ તા.૧૩
દાહોદ તથા ઝાલોદ તાલુકામાંથી પોલીસે બે રહેણાંક મકાનમાં પ્રોહી રેડ પાડી કુલ રૂ.૭૯,૨૭૦ ની કુલ કિંમતના પ્રોહી જથ્થા સાથે એક મહિલાની અટક કર્યાનું જ્યારે બીજા એક ઈસમ પોલીસને જાઈ નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે બનવા પામ્યો હતો જેમાં તળાવ ફળિયામાં રહેતા શૈલેષભાઈ નરસીંગભાઈ ડામોરના રહેણાંક મકાનમાં પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૧૨.૧૧.૨૦૧૯ના રોજ પ્રોહી રેડ પાડતાં પોલીસને જાઈ શૈલેષભાઈ નરસીંગભાઈ ડામોર નાસી ગયો હતો. આ બાદ પોલીસે તેના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૫૨૮ જેની કુલ કિંમત રૂ.૫૨,૮૦૦ નો પ્રોહી જથ્થો જપ્ત કરી લીમડી પોલીસે શૈલેષભાઈ નરસીંગભાઈ ડામોર વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજા બનાવ દાહોદ તાલુકાના ડુંગરપુર ગામે બનવા પામ્યો હતો જેમાં ડુંગરપુર ગામે નિનામા ફળિયામાં રહેતા રસલીબેન ગબુભાઈ પારગીના રહેણાંક મકાનમાં પોલીસે ગત તા.૧૨.૧૧.૨૦૧૯ ના રોજ પ્રોહી રેડ કરી મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૨૮૮ જેની કુલ કિંમત રૂ.૨૬,૪૭૦ ના પ્રોહી જથ્થા સાથે પોલીસે રસલીબેન ગબુભાઈ પારગીની અટક કરી દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

