દાહોદ શહેરના રળીયાતી વિસ્તાર ખાતે આવેલ એક સોસાયટીમાં તસ્કરોએ એક સાથે ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી અંદાજે લાખ્ખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયાં

દાહોદ તા.૨૪

દાહોદ શહેરના રળીયાતી વિસ્તાર ખાતે આવેલ એક સોસાયટીમાં તસ્કરોએ એક સાથે ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી અંદાજે લાખ્ખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયાં હોવાનું જાણવા મળે છે ત્યારે તસ્કરો જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં તસ્કર ટોળકી બેફામ બની છે ત્યારે પોલીસીની નાઈટ પેટ્રોલીંગની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે.

ગતરોજ રાત્રીના સમયે તસ્કર ટોળકી દાહોદ શહેરના રળીયાતી ખાતે આવેલ નવકાર રેસીડેન્સ ખાતે આવેલ નવકાર રેસીડેન્સી ખાતે તસ્કરોએ એક સાથે ત્રણ મકાનોના તાળા તોડી અંદાજે લાખ્ખો રૂપીયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાં છે. નવકાર રેસીડેન્સીમાં રહેતાં પ્રવીણભાઈ શંકરલાલ પટણીના મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી તિજાેરીઓના તાળા તોડી સામાન વેરવિખેર કરી ચોરીની ઘટનાને અંજામ આપી બાજુમાં આવેલી વીંગમાં પહેલા માળે તેમજ બીજા માળે બંધ મકાનને નિશાન બનાવી મકાનના તાળા તોડ્યા હતા પરંતુ તે મકાન ખાલી હોય તસ્કરોને કંઈ હાથ લાગ્યું ન હતું ત્યારબાદ તસ્કરો ચોથા માળ પર આવેલા મકાન પર ગયા હતા જ્યાં પ્રભાકર પ્રસાદ શાહ અંદરના રૂમમાં મીઠી નીંદર માણી રહ્યા હતા અને તેમની પત્ની બહારથી દરવાજાે બંધ કરી મોર્નિંગ વોક પર નીકળી ગયા હતા તે સમયે તસ્કરોએ તકનો લાભ લઈ દરવાજાે ખોલી પ્રભાકર શાહના મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજાેરીના કાળા તોડી સરસામાન વેરવિખેર કરી બે લાખ રૂપિયા રોકડની ચોરી કરી હતી તે જ સમયે નજીકમાં આવેલા રાધે નગરમાં પણ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું પરંતુ તેમાં કાંઈ હાથ ન લાગ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા દાહોદ એલસીબી એસઓજી તેમજ સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!