શ્રીમતી.ટી.જે.પટેલ કોમર્સ કોલેજના છાત્રો બીકોમ,એમકોમમાં પ્રથમ
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
શ્રીમતી ટી. જે. પટેલકોમર્સ કોલેજનાછાત્રો બીકોમ, એમકોમમાં પ્રથમ
નડિયાદ વર્ષ ૨૦૨૧- ૨૨ની સરદાર પટેલ યુનિવર્સિટીની તાજેતરમાં લેવાયેલી બી.કોમ- એમ.કોમની પરીક્ષામાં શ્રીમતી ટી. જે. પટેલકોમર્સ કોલેજ, અંગ્રેજીમાધ્યમ નડિયાદની બે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રથમક્રમાંક મેળવી બી.કોમ. તેમજ એમ.કોમ.નાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર નડિયાદને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત યુનિવર્સિટીનાં ટોપ-૧૦ માં કોલેજનાં બીજા અનેક વિધાર્થીઓ ઉતીર્ણ થયા છે.બી.કોમ માં અભ્યાસ કરતી કુ. તન્વી પી. કેવલાનીએ એક સાથે ચાર ગોલ્ડ મેળવ્યા છે. તેમજ એમ.કોમ. માં અભ્યાસ કરતી કુ. જીલ એ. દલવાડીએ એમ.કોમ. માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એમ.કોમ. બી.કોમ બન્નેમાં શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજ, નડિયાદ ગોલ્ડ મેડલ મેળવવાની વિ૨લ ઘટના બદલ આચાર્યે સહુ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.