ગરબાડા તાલુકાના બાવકા ગામે પુરપાટ દોડી આવતી બાઈકધડાકાભેર અથડાતાં મોટર સાયકલ ચાલકનું સ્થળ પર જ મોત

નીલ ડોડીયાર

દાહોદ તા.૨૪

ગરબાડા તાલુકાના બાવકા ગામે પુરપાટ દોડી આવતી બાઈક રોડની સાઈડમાં આવેલ માઈલ સ્ટોન સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના મુવાલીયા હગામે નાની બુણદી ફળીયામાં રહેતા કલ્પેશષભાઈ વાલચંદભાઈ નીનામાં ગઈકાલે બપોરના દોઢ વાગ્યાના સુમારે પોતાના કબજાની જીજે-૨૦ બી.સી.-૧૦૫૫ નંબરની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ બાવકા ગામે રોડની સાઈડમાં આવેલ માઈલસ્ટોન સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ૧૫ વર્ષીય કલ્પેશભાઈ વાલચંદભાઈ નીનામાને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ જેસાવાડા પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણજનાર કલ્પેશભાઈ વાલચંદભાઈ નીનામાની લાશનો કબજાે લઈ પંચો રૂબરૂ પંચનામું કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે જેસાવાડા સરકારી દવાખાને મોકલી આપી આ મામલે મુવાલીયા ગામના નાની લુણદી ફળીયાના વરસીંગભાઈ લલ્લુભાઈ નીનામાએ નોંધાવેલી ફરિયાદને આધારે જેસાવાડા પોલિસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: