ઝાલોદ તાલુકાના મુણધા ગામે જરાત ફળિયામાં આવેલ જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયું.
નીલ ડોડિયાર
દાહોદ તા.૨૪
ઝાલોદ તાલુકાના મુણધા ગામે જરાત ફળિયામાં આવેલ અન્યની જમીન ગોલાણા ગામના છ જેટલા ઈસમોએ ગેરકાયદે દબાણ કરી ખેતી કરી બજલો કરી જમીન પચાવી પાડતાં આ મામલે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયાનું જાણવા મળ્યું છે.
ગોલાણ ગામના પરેશભાઈ વરસીંગભાઈ બારીયાના દાદા સકરીયાભાઈ સીસકાભાઈ બારીએ તેોના કુટુંબના બોડાભાઈ માલાભાઈ બારીયાની
મુણધા ગામે આવેલ ખાતા નંબર ૧૨૨(જુનો રે.સ.નં. ૧૦૩/૬) નવો સર્વે નં. ૧૧૦ વાળી જમીન રૂા. ૪૦૦માં વેચાણ રાખી હતી તે પરેશભાઈ વરસીંગભાઈ બારીયાના દાદાના નામે ચાલતી આવેલ અને ત્યારબાદ પરેશભાઈ બારીયાના દાદા તથા તેમના ભાઈઓના નામે ચાલતી આવેલ તે જમીનમાં ગોલાણા ગામના બારીયા કુટુંબના ખુમાનભાઈ બોડાભાઈ બારીયા બારીય ા માન્ ાસીંગભાઈ બોડાભાઈ, કસુભાઈ બોડાભાઈ બારીય ા તથા ભરતભાઈ બોડાભાઈ બારીયાએ પરેશભાઈ વગેરેને તે જમીણમાં ખેતી નહીં કરવા દઈ જમીનમાં ગેર કાયદેસર દબાણ કરી ખેતી કરી તે જમીન પચાવી પાડી હતી. આ સંબંધે ગોલાણા ગામના પરેશભાઈ વરસીંગભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે ગોલાણા ગામના બારીયા કુટંબના ખુમાનભાઈ બોડાભાઈ, લીમજીભાઈ બોડાભાઈ, રસુલભાઈ બોડાભાઈ, માનસીંગભાઈ બોડાભાઈ, કસુભાઈ બોડાભાઈ, ભરતભાઈ બોડાભાઈ વિરૂધ્ધ લીમડી પોલિસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.