દાહોદની પડાવ પ્રાથમીક શાળામાંથી લેપટોપની ચોરી
દાહોદ તા.૧૪
દાહોદ શહેરમાં આવેલ એક પ્રાથમીક શાળામાંથી એક કર્મચારીનુ લેપટોપ કોઈ અજાણ્યા ચોર ચોરી કરી લઈ નાસી ગયાનું જાણવા મળે છે.
શૈલેષભાઈ લક્ષ્મણભાઈ શ્રીમાળી (રહે.આર્શીવાદ સોસાયટી, ગોવિંદનગર,દાહોદ) દાહોદ શહેરના પડાવ વિસ્તાર ખાતે આવેલ પડાવ પ્રાથમીક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ શૈલેષભાઈનું એક લેપટોપ કિંમત રૂ.૧૫,૦૦૦ ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે શૈલેષબાઈ લક્ષ્મણભાઈ શ્રીમાળીએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.