આધુનિક ટેક્નોલીજી ડ્રોન દ્વારા ખેતીમાં ઉપયોગ કરવામાં આવ્યો
નરેશ ગનવાની બ્યુરો ચીફ નડિયાદ
આધુનિક ટેક્નોલીજી ડ્રોન દ્વારા ખેતીમાં ઉપયોગ કરવામાં આવ્યો મહેમદાવાદ તાલુકાના કેશરા ગામે ડ્રોનથી રાસાયણિક દવાનો છંટકાવ તમાકુ જેવા પાકમાં કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વવારા ખેડા જિલ્લામાં ખેડૂતો અધતન ટેક્નોલોજીથી પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરી શકે તે હેતુથી ખેડા જિલ્લામાં એક ડ્રોન ફાળવવામાં આવ્યું છે. ડ્રોન દ્વારા દવા છંટકાવ કરતા ખેડૂતોને નજીવા દરે ખેડૂતો પાસે એક એકર દીઠ ૧૦૦ રૂપિયા લેવામાં આવે છે ખેડૂતો તેના પાકમાં દવાનો છંટકાવ કરાવી શકે છે તમાકુ અને મરચી જેવા પાકોમાં નેનો યુરીયા અને સાગરિકા જેવી દવાનો છંટકાવ કરવામાં આવે છે. ડ્રોન દ્વારા દવા છંટકાવ કરતા ખેડૂતોને નજીવા દરે અને ખૂબ ફાયદાકારક મળે છે. જેથી ખેડા જિલ્લામાં હાલમાં મહેમદાવાદ તાલુકાના કેશરા ગામમા શરૂઆત કરાઇ છે


