દાહોદ રામપુરા શાળાનો દરવાજો પડતાં બાળકીનું સારવાર દરમિયાન મુત્યુ

દાહોદ તાલુકાના રામપુરા ગામે આવેલ એક પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતી આઠ વર્ષીય બાળકના માથા પર શાળાનો દરવાજાે પડતાં ગંભીર ઈજાગ્રસ્ત બાળકીને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવતાં બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગની છવાઈ ગઈ હતી. આ મામલે તંત્ર દ્વારા શાળાના સંચાલકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે.

બે દિવસ પહેલા દાહોદ તાલુકાના રામપુરા ગામે આવેલ એક પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતી આઠ વર્ષીય બાળા ઉપર શાળાનો ખખડધજ દરવાજાે માથા પર પડતાં બાળકના માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. શાળા સંચાલકો અને પરિવારજનો દ્વારા તાત્કાલિક બાળકીને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ બાળાની તબીયત વધુ લથડતા તેણીને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે બે દિવસની સારવાર બાદ આજરોજ બાળાનું અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે રામપુરા પંથકમાં પણ ચકચાર મચી જવા પામી હતી ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શાળાના આચાર્યની લાપરવાહીના કારણે દાહોદ જિલ્લા તંત્ર દ્વારા આચાર્યને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: