ગરબાડા તાલુકાના ખજુરી ગામે પોલીસે એક ઓટો રીક્ષામાંથી કુલ રૂ.૨૯ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટક કરી
દાહોદ તા.૧૫
ગરબાડા તાલુકાના ખજુરી ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક ઓટો રીક્ષામાંથી પોલીસે કુલ રૂ.૨૯૯૬૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે બે વ્યÂક્તઓની અટક કર્યાનું જાણવા મળે છે.
નરેશભાઈ દેવાભાઈ પારગી (હાલ રહે.આણંદ, મુળ રહેવાસી ચીખલી, તા.ફતેપુરા,જી.દાહોદ) અને ઈÂમ્તયાઝભાઈ ફારૂકભાઈ વ્હોરા (આણંદ) એમ બંન્ને જણા પોતાના કબજાની એક ઓટો રીક્ષામાં સવાર થઈ ગરબાડા તાલુકાના ખજુરી ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક પોલીસની નાકાબંધી દરમ્યાન પોલીસને શંકા જતાં આ ઓટો રીક્ષા ઉભી રખાવી તેલી તલાસી લેતા પોલીસે તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૪૨૮ જેની કુલ કિંમત રૂ.૨૯૯૬૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને ઈસમોની અટક કરી જેસાવાડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.