નડિયાદના મંજીપુરા રોડ પર સ્થિત મકાનના બાથરૂમમાં મૃતદેહ મળી આવ્યો

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદના મંજીપુરા રોડ પર સ્થિત મકાનના બાથરૂમમાં મૃતદેહ મળી આવ્યો

નડિયાદમાં મંજીપુરા રોડ પર રહેતાં અને વસો પુરવઠા વિભાગમાં નાયબ મામલતદારતરીકે ફરજ બજાવતા પરેશભાઈ મકવાણાનુ આકસ્મિક મોત થતાં ચકચાર મચી જવા પામી છે.તેઓ બે દિવસથી ઘરમાં બહારન નીકળતા પડોશીઓએ તપાસ કરી તો તેમનો મૃતદેહ ઘરના બાથરૂમમાથી મળી આવ્યો હતો.નડિયાદ તાલુકાના મંજીપુરાગામની સીમમાં આવેલબાલાજી પાર્ક સોસાયટીનારહેતા ૪૩ વર્ષિય પરેશભાઈ નાનજીભાઈ મકવાણા પોતે વસો ખાતે પુરવઠાવિભાગમાં નાયબ મામલતદારતરીકેની ફરજ બજાવે છે પરંતુ ૨૪ થી૨૭ ડિસેમ્બર વચ્ચે તેમનામકાનમાં પરેશભાઈની અવરજવર ન દેખાતા સૌપ્રથમઘટનાની જાણ પડોશીઓને થતાં આ અંગે તેમના પરિવારજનોને જાણ કરી હતી. પરેશભાઈની પત્ની અને સંતાન સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. જેથી પરેશભાઈ એકલા જ ઘરે હતા.આ દરમિયાન બાથરૂમમા કોઈ અગમ્ય કારણોસર અથવા તો પરેશભાઈપોતે હાઈબીપીની બીમારીથી પીડાતા હોવાથી બીપી ની તકલીફ થતાં બાથરૂમમાં જમોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ મામલે આજે મરણજનારના ભાઈ પ્રશાંતભાઈએ નડિયાદ ગ્રામ્ય પોલીસમા જાણ કરતાં પોલીસેઅપમૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસસૂત્રોનાજણાવ્યા મુજબ તેઓ મુળ માતર તાલુકાના મલિયાતજ ગામના વતની છે અને તેમને સંતાનમાં એક નાની આશરે ૧૧વર્ષની દીકરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: