દાહોદ તાલુકાના પુસરી ગામે ત્રણ જેટલા ઈસમોએ બેને ફટકાર્યા
દાહોદ તા.૧૮
દાહોદ તાલુકાના પુસરી ગામે ગાડીના નુકસાનના રૂપીયાની માંગણી કરી ત્રણ જેટલા ઈસમોએ બે જણાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના રાજપુર ગામે નવુ ફળિયા ખાતે રહેતા સંજયભાઈ તુફાનભાઈ ચરપોટ તથા તેની સાથે બીજા બે જેટલા ઈસમોએ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં રહેતા મોસિનખાન અઝીઝખાને ગત તા.૧૭.૧૧.૨૦૧૯ ના રોજ દાહોદ તાલુકાના પુસરી ગામે રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી કહેલ કે, ગાડીના નુકસાનના રૂ.૫૦ હજાર આપી દો, તેમ કહી ઉપરોક્ત ત્રણેય જણા એકદમ ઉશ્કેરાય જઈ રામુભાઈને લાપટો ઝાપટો તથા મોસિનખાનને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતા આ સંબંધે ઈજાગ્રસ્ત મોસિનખાન અઝીઝખાને દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.