ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયા ગામે મોટરસાઈકલના ચાલકે સામે આવતી બીજી મોટરસાઈકલને અડફેટમાં લેતા એકને ગંભીર ઈજા
દાહોદ તા.૧૮
ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક મોટરસાઈકલને ટક્કર મારતાં એક વ્યÂક્તને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થયાનું જાણવા મળે છે.
ઝાલોદ નગરમાં જૈન મંદિર લુહારવાડા વિસ્તારમાં રહેતા જીજ્ઞેશ ચેતનકુમાર પંચાલ અને ઉપેન્દ્રભાઈ કચરાભાઈ પંચાલ એમ બંન્ને જણા ગત તા.૧૪.૧૧.૨૦૧૯ના રોજ ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી જીજ્ઞેશભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ ટક્કર મારતા પાછળ બેઠેલ ઉપેન્દ્રભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં આ સંબંધે ઝાલોદ નગરમાં જૈન મંદિર લુહારવાડા ખાતે રહેતા ચેતનકુમાર મહેન્દ્રભાઈ પંચાલે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.