બળાત્કાર અપહરણ અને પોક્સોના કેસમાં હેડ્રીક મારતી લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ
દાહોદ તા.ર૯ દાહોદ જીલ્લાની લીમખેડા તાલુકાની એડીશનલ સેશન્સ એન્ડ સ્પેશ્યલ કોર્ટ દ્વારા આજે ફરી મહત્વપુર્ણ ચુકાદો આપતા દાહોદ જિલ્લા સહિત લીમખેડા પંથકમાં ચકચાર મચી જવા પામી છે જેમાં એક પોસ્કો તેમજ અપહરણના આરોપીને ર૦ વર્ષની કેદની સજા તેમજ રૂપિયા પ૦ હજારનો દંડ ફટકારતા કોર્ટ આલમમાં ચકચાર મચી જવા પામી હતી.
છેલ્લા કેટલાંક સમયથી લીમખેડા કોર્ટ દ્વારા એક પછી એક ઐતિહાસીક ચુકાદા આપવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર આજરોજ લીમખેડાની કોર્ટ દ્વારા ચુકાદો આવતા ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં ર૦૧૯ની સાલમાં સીંગવડ તાલુકામાં રહેતી એક સગીરાનું અપહરણ કરી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલાનો કેસ પોલીસ મથકે નોંધાયા બાદ લીમખેડાની એડી.સેશન્સ એન્ડ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા આજ રોજ આ કેસનો ચુકાદો આવ્યો હતો જેમા આરોપી સંજયભાઈ જાેતીભાઈ બારીયા(રહે.હાંડી, બારીયા ફળીયુ, તાલુકો સીંગવડ જીલ્લો દાહોદ)નાને ર૦ વર્ષની કેદની સજા તેમજ પ૦ હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો તેમજ પીડીતાને વળતર પેટે નિર્ધારીત રકમ ચુકવવા પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે ઉપરોક્ત આરોપી જો દંડની રકમ નહી ભરે તો વધુ ૧ર માસની સજા ફરમાવવાનો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.