ઝાલોદમાં પતિ નશો કરીને મારઝૂડ કરતો હોવાથી પરણિતાએ 181અભયમ પાસે મદદ માંગી:

પંકજ પંડીત ઝાલોદ

અભયમની ટીમે કાઉન્સિલિંગ કરી બંને વચ્ચે સમાધાન કરાવ્યુ…

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં દારૂના નશામાં પત્ની જોડે ઝઘડો તેમજ મારઝૂડ કરતા પતિના ત્રાસથી વાજ આવેલી પરણીતાએ 181 અભયમ પાસે મદદ માંગતા પતિના ત્રાસનો ભોગ બનેલી પરણીતાની વ્હારે આવેલી 181 અભયમની ટીમે પરણિતા પતિનું કાઉન્સિલિંગ કરી બંને વચ્ચે સુખદ મિલન કરાવ્યું હતું..

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નજીકનાં વિસ્તારમાંથી પીડિતાનો કોલ આવતાં તેમને જણાવેલ કે તેમનાં પતિ નાશોકરીને ઘરે આવી તેમનાં પર વહેમ કરી ઝગડો કરી મારપીટ કરે છે દાહોદ 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતા સાથે વાતચીત કરતાં તેમને જણાવેલ કે તેમનાં પતિ તેમનાં પર વહેમ કરે છે અને ઝગડો કરી મારપીટ કરે છે તેમનાં પતિ રોજ રોજ નશો કરીને ઘરે આવે છે તેમનાં પતિ કોઈપણ કામધંધો કરતાં નથી કે ઘરની જવાબદારી ઉઠાવતાં નથી.અને તેઓ ને પણ કંઈ કામધંધો કરવા દેતાં નથી. પીડીતાએ જણાવ્યું કે તેમને ઘરની બહાર નીકળવા દેતાં નથી. ઘરની બહાર બજાર માં ઘરનો સામાન લેવા કે ગેલેરીમાં કપડાં સુકાવા પણ નીકળવા નથી દેતાં. તેમને સંતાન માં 4 બાળકો છે જેમાં છોકરીને પણ વહેમ કરી અભ્યાસ છોડાવી દેવા માટે ઝગડો કરે છે આમ માતા અને દીકરી બંનેને નશો કરીને મારપીટ કરે છે રોજ રોજ નાં આવા ત્રાસથી કંટાળીને તેમને 181 મહિલા હેલ્પલાઇન પર જાણ કરી . તેમનાં પતિનું કાઉન્સિલીંગ કરી તેમને કાયદાકીય માહિતી આપી તેમને તેમની ભૂલ સમજાય અને આજપછી મારી પત્ની કે છોકરી પર વહેમ કરી મારપીટ નહિ કરું અને કામધંધો કરી ઘરની જવાબદારી ઉઠાવીશ તેમજ છોકરીનો અભ્યાસ નહિ છોડવું તેને આગળ ભણાવીશ. આમ 181 ટીમ દ્વારા અસરકાર કાઉન્સિલીંગ કરી તેમને તેમની ભૂલ સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: