દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિશૂળ દીક્ષા અને શોયઁ યાત્રાનું આયોજન
રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ
દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિશૂળ દીક્ષા અને શોયઁ યાત્રાનું આયોજન હજારોની સંખ્યામાં ત્રિશૂળ દીક્ષામાં ભાગ લેવાનો અંદાજ
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ ગીતા જયંતિને શોયઁ દિન તરીકે ઉજવે છે. જેનાં ભાગ રૂપે દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અખંડ દ્વારા અખંડ હિન્દુ રાષ્ટ્ર સંકલ્પનાં અનુસંધાને ભવ્ય ત્રિશૂળ દીક્ષા અને શોયઁ યાત્રાનું આયોજન 8 જાન્યુઆરી 2023 નાં રોજ માર્કેટ યાર્ડ સુખસર ખાતે સવારે 11 વાગ્યે રાખેલ છે. આ શુભ અવસરે મોટા પ્રમાણમાં લોકો સુખસર ખાતે આવવાના એંધાણ છે. આ ભવ્ય પ્રોગ્રામમાં આશીર્વચન આપવા પ.પુ.ડાઁ. દલસુખદાસજી મહારાજ પધારનાર છે તેમજ અન્ય ઘણા બધા મહાનુભાવ તેમજ સંતો પધારનાર છે. આખા દાહોદ જિલ્લાના બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ નાં સહુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં આવી રહેલ છે. તેથી બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી રહેલ છે.


