દાહોદની ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા દિવસની ઉલ્લાસભેર ઉજવણી

દાહોદની ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા દિવસની ઉલ્લાસભેર ઉજવણી
જિલ્લા વિકાસ અઘિકારી સુશ્રી નેહા કુમારીની સુચના મુજબ તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા કેલેન્ડર મુજબની પ્રવૃત્તિઓ સઘન રીતે કરાવવા માટે જણાવાયું છે. ત્યારે ડિસેમ્બર માસમાં પૂર્ણા દિવસની ઉલ્લાસભેર ઉજવણીમાં મોટી સંખ્યામાં કિશોરીઓ સહભાગી થઇ હતી.
ડિસેમ્બર માસમાં પણ પૂર્ણા યોજનાની વિવિધ પ્રવૃતિઓ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ માટે સંગીત ખુરશી હરીફાઈની થીમ હતી. તેમજ પેપર ક્રાફ્ટ દ્વારા અવનવી સુશોભનની વસ્તુઓ બનાવાઇ હતી. જે અંતર્ગત તમામ આંગણવાડી કેન્દ્ર કક્ષાએ પૂર્ણા દિવસની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી અને પૂર્ણા પ્રતિ સ્પર્ધીને ઇનામ વિતરણ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા.
૧૫ થી ૧૮ વર્ષ ની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અમલી છે આ યોજના દ્વારા પુરક પોષણ સિવાયની સેવાઓનો પણ સમાવેશ કરાયો છે. પૂર્ણા યોજના અંતર્ગત દર માસનાં ચોથા મંગળવારના રોજ કિશોરીઓને પૂર્ણા શક્તિનાં ચાર પેકેટ આપવામાં આવે છે અને પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંગણવાડી કાર્યકર દ્વારા કિશોરીઓને પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા સબંધિત માર્ગદર્શન આપવામાં આવે છે. કિશોરીઓનું પ્રમાણ આંગણવાડી કેન્દ્ર ખાતે વધારવા માટે વિવિધ હરીફાઈ થકી પોષણ તથા આરોગ્ય વિષે માહિતગાર કરી શકાય જેમાં આંગણવાડી કક્ષાએ વર્ષ ૨૦૨૨-૨૩ પૂર્ણા કેલેન્ડર થીમ સાથે અપાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: