ડતાલધામના સંગ્રહાલયમાં જસ્ટીશ ડી એન પટેલે શિલાપૂજન કર્યુ .
નરેશ ગનવણી બ્યૂરોચીફ નડિયાદ
વડતાલધામના સંગ્રહાલયમાં જસ્ટીશ ડી એન પટેલે શિલાપૂજન કર્યુ .ખેડા જીલ્લાના વડતાલ મુકામે બની રહેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી વિશાળ સંગ્રહાલયની ડી એન પટેલ સાહેબે મુલાકાત લીધી હતી. પરિવાર સાથે વડતાલ મંદિરમાં દેવ દર્શન કરીને , દોઢ લાખ ચોરસફુટની વિશાળ પ્લીંથ સાથે પત્થરમાં બની રહેલ સંગ્રહાલયની શાલાઓનું પૂજન કર્યુ હતું . ગુજરાત હાઈ કોર્ટ , ઝારખંડ અને દિલ્હી હાઈકોર્ટમાં સેવા આપી ચૂકેલા ડી એન પટેલ ગુજરાતનું ગૌરવ છે. વર્તમાનમાં ટેલિકોમ ડીસ્પુટના ચેરપરસન તરીકે સેવા આપી રહ્યા છે. અક્ષરભૂવનનું શીલા પૂજન કરીને , સ્થળ નિરિક્ષણ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો અને ઐતિહાસિક કાર્ય બદલ ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી અને ડો સંત સ્વામી સહિત ટીમને અભિનંદન પાઠવ્યા હતા.



