ફતેપુરાના છાલોરની આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
રિપોટર – પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરાના છાલોરની આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જગોલા દ્વારા લોકોને આરોગ્ય લક્ષી જાણકારી મળી રહે તે હેતુથી ફતેપુરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં લોકોને ,MPHS RBSK MO આરોગ્ય સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ(RKSK) ની ઉજવણી કરવામાં આવી હતી
તેમાં યોગ પ્રાણાયામ કસરત સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમાં કિશોર કિશોરી ઓ ને ફ્રુટ અનેમાસ્ક તથા આર્યન ગોળી લીંબુ પાણી સાથે આપવામાં આવી તેમજ RKSK પત્રિકા આપવામાં આવી આરોગ્ય શિક્ષણ જેમ કે વધતી ઉંમરમા થતા વિવિધ ફેરફારો જેમકે,
કિશોર કિશોરીઓને શારીરિક માનસિક,ભાવનાત્મક ફેરફાર વિષે સમજ કિશોરીઓને જાતિય અંગ,માસિક ચક્ર તથા માસિક ચક્ર મા કેવી રીતે સ્વચ્છતા રાખવી તે સમજણ આપવમા આવી,સિકલ સેલ રોગ, રક્તપિત્ત રોગ, પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા, એનિમિયા, વિષે સમજ આપવમા આવી,સ્વરક્ષણ તેમજ માનસિક સ્વાસ્થ્ય, ખરાબ ટેવો, ધૂમ્રપાન નહીં કરવુ તેણા વિશે સમજ આપવમા આવી શાળા માં અભ્યાસ કરતા બધા કિશોર કિશોરી નું HB તપાસ તથા બ્લડ ગ્રુપ તપાસ કરવામાં આવ્યું
રાજુભાઈ પ્રજાપતિ મલ્ટી પર્પઝ હેલ્થ સુપર વાઇઝર (mphs ) જગોલા તેમજ RKSK કાઉન્સિલર અરવિંદભાઈ સેલોત ના માર્ગદર્શન હેઠળ RKSK પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કિશોર કિશોરીઓ ને જાતીય શિક્ષણ તેમજ આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું


