ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી એક ઇસમ તમંચા સાથે ઝડપાયો

નરેશ ગનવાણી -બ્યૂરોચીફ – નડિયાદ

ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી એક ઇસમ તમંચા સાથે ઝડપાયો

ગળતેશ્વરના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પાસેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો સેવાલીયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગતરાત્રે સેવાલિયા પોલીસના માણસો અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગળતેશ્વરના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પાસે વોચમાં હતા. આ દરમિયાન ગોધરા તરફથી આવતી વૈષ્ણવ ટ્રાવેલ્સ વાળી ખાનગી બસને અટકાવી હતી. તેમાં એક મુસાફરને શંકાના આધારે પુછતાછ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે પોતાનું નામ રાજારામ ભગરીલાલ રાજપુત (રહે.થાનાઅંબા, મધ્યપ્રદેશ, હાલ રહે. અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. તેણે પોતાની સાથે રાખેલી બેગમાં દેશી તમંચો મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા 5 હજાર તથા રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૦ હજાર ૩૭૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ અંગે આરોપી રાજારામ ભગરીલાલ રાજપુત સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: