સ્વનિર્ભર પ્રાથમિક શાળા દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને નગરપાલિકાની મુલાકાત કરાવવામાં આવી.
રિપોટર – નીલ ડોડીયાર
દાહોદ, તા.૩૧
નગરપાલિકાના વિવિધ વિભાગોમાં થતી કામગીરી વિશે વિસ્તારપુર્વક સમજણ આપવામાં આવી.
નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા સ્વચ્છ દાહોદ માટે આહૃાવાન કરવામાં આવ્યુ. બાળકોને પોતાના ઘરનો કચરો ભીનો કચરો-સુકો કચરો અલગ અલગ કચરાપેટીમાં રાખવા તથા આસપાસ રહેતા લોકોને પણ સ્વચ્છતા રાખવા, રસ્તા પર કચરો ન ફેંકવાનું ગંદકી ન કરવા માટે જાગૃત કરવા માટે બાળકોને કહેવામાં આવ્યું સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા વિવિધ પ્રોજેક્ટોની પણ માહિતી આપવામાં આવી.
સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને છાબ તળાવ ડેવલોપમેન્ટ વિશે તો બાળકોને માહિતી આપતા ખુબ જ ખુશ થયા હતા.


