દાહોદ જિલ્લાના લીમખેડાના તાલુકાના દુધિયા ગામે નજીક ડકારા ગામના તળાવની પાઈપલાઈનની તેમજ રીપેરીંગ કામ ન કરવામાં આવતા
દાહોદ તા.૩૧ દાહોદ જિલ્લાના લીમખેડાના તાલુકાના દુધિયા ગામે નજીક ડકારા ગામના તળાવની પાઈપલાઈનની તેમજ રીપેરીંગ કામ ન કરવામાં આવતા દુધિયા સહિત પાંચ થી છ ગામના ખેડુતોને સિંચાઈનું પાણી ન મળવાના કારણે પાક સુકાવાનો વારો આવ્યો છે જ્યારે મોંઘા ભાવના બિયારણો અને ખાતરોનો ઉપયોગ કર્યા બાદ પણ પાણી ના મળતા પડતાં પર પાટુ જેવો ઘાટ થયો છે.
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી અને ખેતી પર નભતા વિસ્તાર માટે લીમખેડા તાલુકામાં સિંચાઈના પાણીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી જેમાં કોરોડો રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે લીમખેડા તાલુકાના દુધિયા ગામ નજીક ડકારા ગામના તળાવમાં પાણી ન ભરવામાં આવતા તેમજ તળાવમાં પાણીની ભરવાની પાઈપલાઈનનો છેલ્લા કેટલાય મહિનાઓથી બીસમાર હાલતમાં હોય અને રીપેરીંગ કરવામાં ન આવતા હોય વિસ્ારના આગેવાનોએ વારંવાર વહીવટી તંત્રને રજુઆત કરવા છતાં નિદ્રાદિન વહીવટી તંત્રનું પેટનું પાણી હાલતું નથી. જેમાં કારણે માથાભારે કોન્ટ્રાકટરો પણ રીપેરીંગ કામ ન કરવામાં આવતા દુધિયા સહિત ડકારા, ફતેપુરા, ઘુમણી, નવા વડીયા, સહિત ન્ય ગામોના ખેડુત ભાઈઓને પાણી ન મળવાને કારણે હાલત દયનીય થઈ છે ત્યારે ઉલ્લેખ છે કે, દાહોદ જિલ્લામાં મુખ્યત્વે મકાઈનો મુખ્ય પાક છે ત્યારે હાલની સિંઝનમાં મકાઈ, ઘઉં, ચણા જેવા પાકોને બેથી વધારે પાકનું પાણી સિંઝનમાં જાેઈતિં હોય છે ત્યારે રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત ખેડુતોને ઉચ્ચા લાવવા તેમજ નવા પાકને વધારવાનો બાવ આપી ખરીદી કરવામાં આવે છે ત્યારે ડકારા ગામમાં તળાવ માટે વહીવટી તંત્રની પારદર્શકતા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે જ્યારે વહીવી તંત્રની નિષ્કાળથીના કારણે અથવા તંત્રનું સુચન મૌન હોવાનું કારણે ખેડુતોને પડતા પર પાટુ જેવો ઘાટ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિસ્તારના ખેડૂતોને તાત્કાલિક ધોરણે તળાવને રીપેરીંગ કરી પાણી ભરવામાં આવે તેમજ ઉભા ભાગને જીવન દાન મળે તેવી લોક માંગ ઉઠવા પામી છે.