નડિયાદના કોલેજ રોડ પરમોટરસાયકલે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યું છે
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદના કોકરણ હનુમાનજી મંદિરની પાછળ દાવલિયાપુરામાં રહેતા મોહનભાઈ મથુરભાઈ ઠાકોર સાંજના શહેરના કોલેજરોડ ઉપર ચાલતા જતા હતા તે દરમિયાન શહેરનીઆયુર્વેદિક કોલેજ પાસે પુરપાટે આવતા મોટરસાયકલના ચાલક ભરત ભવાનસિંહ સોઢાપરમારે મોહનભાઈ નેટક્કર મારી હતી. જેના કારણે મોહનભાઇ રોડ ઉપર પટકાતા શરીરએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિકનડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને યોગ્ય સારવાર મળી રહે તે પહેલા જ મોહનભાઈનું મૃત્યુ થયું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના પુત્ર સુરેશભાઈ ઠાકોરની ફરીયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


