નડિયાદ ખાતે ગુજરાતના ડીજીપીની પોલીસ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ
નરેશ ગનવાણી બ્યુરો ચિફ્ નડિયાદ
નડિયાદ ખાતે ગુજરાતના ડીજીપીની પોલીસ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ
નડિયાદમાં તેમણે આઈજી વી. ચંદ્રશેખર સહિત જિલ્લાનાએસપી રાજેશ ગઢિયા ઉપરાંતતમામ પીઆઈ સાથે એસપીકચેરીએ એક મિટીંગ યોજી હતી.ચાર કલાક ચાલેલી આ મિટીંગમાંજિલ્લામાં વધતાં જતાં સાઈબર ક્રાઇમના બનાવો તેમજઅન્ય બાબતો પર ક્રાઈમ રિવ્યુ પર ચર્ચા કરવામાં આવી.ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં કેટલા ગુના બન્યા, ગંભીર ગુના કેટલા, કેટલા ડીટેકટ થયા. કેટલા અડિટેકટ છે, ગુનાઓને ઉકેલવા શુ પ્રયાસ હાથ ધરાયા છે, ક્રાઈમને લગતા મુદ્દા, વેલ્ફેરના મુદ્દા વગેરે મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરાઈ હતી. નવા કાયદાઓ, લેન્ડ ગ્રેબીંગ એકટ, સાઈબર ક્રાઈમ વિશે ચર્ચા કરાઈ હતી. ખેડા જિલ્લા પોલીસ દ્વારા જેકામગીરી કરાઈ હતી તેના રિવ્યુ કરાયા હતા. વધુમાં વધુ સારી કામગીરી કઈ રીતે થઈ શકે તેમામલે પોલીસને સુચનો કરાયા હતા. એલસીબી, એસઓજી, નાર્કોટિક્સ મામલે પણ સુચનો કરાયા હતા. વિજીલન્સની સરખામણીમાં જિલ્લા પોલીસની કામગીરીમાં કઈ રીતે સુધારા કરી શકાય તે પણ સુચન કરાયું હતું.



