ઝાલોદ તાલુકાના લીમડી લીટલ માસ્ટર સ્કૂલ ખાતે એન્યુઅલ પેરેંટ્સ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરાયું
પંકજ પંડિત ઝાલોદ

ઝાલોદ તાલુકાના લીમડી લીટલ માસ્ટર સ્કૂલ ખાતે એન્યુઅલ પેરેંટ્સ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરાયું
આજ રોજ વર્ષ 2023 ના પહેલા દિવસે લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં annual parents Sports day નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે પીનલબેન ભુરીયા તેમજ શાળાના કેમ્પસ ડાયરેક્ટર અમિતભાઈ દેવડા હાજર રહ્યાં હતાં. શાળાના આચાર્યા મિત્તલ એન શર્મા દ્વારા આપવામાં આવેલું માર્ગદર્શન હેઠળ lms સ્ટાફ દ્વારા કાર્યો કર્યા હતા. આજના કાર્યક્રમ માં વિવિધ પ્રકારની રમતો રાખવામાં આવેલી અને જુમ્મા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વાલીઓ એ સારી રીતે આનંદ માણ્યો હતો અને રમતમાં વિજેતા બનનારને શાળા તરફથી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વાલીઓનો ઘણો સારો એવો સપોર્ટ રહ્યો હતો. આજના દિવસે બધા ખૂશી થી રમતોમાં જોડાયા હતા. દરેક વાલીઓનો શાળા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

