ઝાલોદ બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે ધારાસભ્ય મહેશ ભૂરિયાનું રતન દીદી અને મીતા દીદીનાં હસ્તે સન્માન સમારોહ યોજાયો

પંકજ પંડિત ઝાલોદ

મીતા દીદીએ કહ્યું પૂર્વ જન્મનાં સારાં કર્મોને લીધે પ્રજાની સેવાનો મહેશ ભૂરિયાને અવસર મળ્યો

સહુ સત્સંગીઓ કેન્દ્ર પર હાજર રહી ધારાસભ્ય મહેશ ભૂરિયાનુ સ્વાગત કરાયું

  ઝાલોદ બ્રહ્માકુમારીઝનાં આમંત્રણને માન આપી ધારાસભ્ય મહેશ ભૂરિયા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે આવ્યા હતા. મહેશ ભૂરિયા આવ્યા ત્યારે રતન દીદી, મીતાદીદી દ્વારા તેમનું સ્વાગત પુષ્પગુચ્છ થી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાદ ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા ઉપસ્થિત સહુ ઉપસ્થિત દીદીનુ શાલ ઓઢાડી સન્માન કરી આશીર્વાદ લીધા હતા. 
બ્રહ્માકુમારીઝ સત્સંગ હોલમાં સહુ સત્સંગીઓ હાજર રહ્યા હતા ત્યાં સહુ લોકોની વચ્ચે મહેશ ભૂરીયાનું ફરી ફૂલહાલ પહેરાવી પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું હતું. સહુ પ્રથમ પ્રેમકુમાર ( ગુન્નુ ભાઇ ) મેરવાની દ્વારા સુંદર પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. 

શહેરા થી વિશેષ ઉપસ્થિત રહેલ રતન દીદી એ શાલ ઓઢાવી મહેશ ભૂરિયાનું સન્માન કર્યું અને કહ્યું આ ઈશ્વરના આશીર્વાદ રૂપી શાલ છે જેથી આપ સદા સત્કર્મ કરી નવી દિશામાં સતત આગળ વધતા રહો. રતન દીદીએ કહ્યું ઇશ્વર દ્વારા મહેશ ભૂરિયાને ગરીબોની સેવા તેમની ઉન્નતિ માટે તક આપી છે તો તે તકનો સારી રીતે ઉપયોગ કરશો અને સદાય લોકોના કલ્યાણ માટે કાર્ય કરતા રહો તેવા આશીર્વાદ આપ્યા હતા.
મિતાદીદી એ કહ્યું સન્માન આપણે સહુ પ્રથમ પોતાનું દરરોજ કરીશું તો બીજાનું સન્માન આપોઆપ થશે તેમજ સન્માન એટલે સન- સન એટલે સુરજ, સન એટલે દીકરો અને તેનું માન એટલે સન્માન. મિતાદીદી એ કહ્યું આપ ઝાલોદને સ્વર્ણિમ નગર, સ્વર્ણિમ તાલુકો બનાવી નવી ઉંચાઈએ લઈ જાઓ તેવા શિવબાબા મહેશભાઈને આશીર્વાદ આપે તેમજ ઉપસ્થિત મહેશભાઈ તેમજ અન્ય મહેમાનોને બ્રહ્માકુમારીના સુવીચાર સાથેની એક આકર્ષક ફ્રેમ પણ સન્માન પેટે આપવામાં આવી હતી.
છેલ્લે ધારાસભ્ય મહેશ ભૂરિયાએ કહ્યું કે હું સદા ધર્મના માર્ગ પર ચાલી નિસ્વાર્થ ભાવે એક સેવક બની લોકોની વચ્ચે રહી ફરજ નિભાવીશ તેમજ જે પણ વિકાસના મુદ્દા આવશે તેને હું ધ્યાને રાખી કામગીરી કરીશ તેવો વિશ્વાસ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: