મહેમદાવાદમાં બેફામ બનેલા ટ્રક ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી


નરેશ ગનવાણી બ્યૂરોચીફ નડિયાદ
મહેમદાવાદમાં બેફામ બનેલા ટ્રક ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી

મહેમદાવાદ શહેરમાંટ્રક ચાલકે રીક્ષા, બાઈક અને આઇસરને ટક્કર મારી ખેડા બ્રિજ તરફ ભાગ્યો હતો. ટ્રક ચાલકે લાઈટ ના થાંભલા પણ પાડી દીધા હતા. ખેડા શહેરમાં ટેકરીયા વિસ્તારથી
વિરોલ દરવાજા તરફ આ ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ૧૦ જેટલા લાઈટના થાંભલા ને ટક્કર મારતા પબ્લિક તેની પાછળ દોડી હતી. પબ્લિક નો અવાજ સાંભળી ટ્રક ચાલકે ટ્રક વધુ સ્પીડમાં દોડાવતા રસ્તામાં બાઈક અને રીક્ષા ને પણ અડફેટે લીધી હતી. પોલીસે ખેડા બ્રિજ પાસે આઇશર આડી કરાવી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ટ્રક ચાલાકે આઇસર ને પણ ટક્કર મારતા ટ્રક ત્યાં જ ઉભો થઈ ગયો હતો.જે ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઈજા થઈ હતી.પ્રાથમિક સારવાર બાદ ચાલકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. જ્યાં જરૂરી ટેસ્ટ અને સારવાર પણ કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: