ખેતરમાં વાવેલ તુવેર કાપવા આવેલ ઈસમોને રોકવાના મામલે થયેલ ઝઘડામાં પથ્થરમારો કરી જાનથી મારી નાંખવાની ધાકધમકી
રમમેશ પટેલ સિંગવડ
દાહોદ તા.૦૨
લીમખેડાના શાષ્ટા ગામે બપોરના સમયે ખેતરમાં વાવેલ તુવેર કાપવા આવેલ ઈસમોને રોકવાના મામલે થયેલ ઝઘડામાં પથ્થરમારો કરી એક શેડને આગ ચાંપી તેની બાજુમાં બનાવેલ છાપરાની તોડફોડ કરી નુકશાન પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.
શાષ્ટા ગામના ચારેલ ફળિયામાં રહેતા ૫૦ વર્ષીય સોંમાભાઈ સબુરભાઈ ચારેલ તથા તેમના ઘરના માણસો પોતાના ખેતરમાં બનાવેલ શેડ નીચે બેઠા હતા તે વખતે તેમના ગામના ડાંગી કુટુંબના રસુલભાઈ મડીયાભાઈ, મહેશભાઈ મડીયાભાઈ, ચીમનભાઈ સબુરભાઈ તથા વિનોદભાઈ કુરબાનભાઈ વગેરે સોમાભાઈ ચારેલના ખેતરમાં વાવેલ તુવેર કાપવા આવતા સોમાભાઈ ચારેલે તેઓને તુવેર કાપવાની ના પાડી હતી જેથી ચારે જણા ઉશ્કેરાયા હબતા અને બેફામ બિભત્સ ગાળો બોલી છુટ્ટા પથ્થરોમારી અલ્કેશભાઈને ડાબા પગે પથ્થર મારી તથા સોમાભાઈ ચારેલનો શેડે આગ ચાંપી સળગાવી દઈ તથા તેની બાજુમાં સીમેન્ટની થાંભલીઓ પર પતરા નાંખી બનાવેલ છાપરૂ તોડી નાંખી નુકશાન પહોંચાડ્યું હતું તથા જાનથી મારી નાંખવાની ધાકદમકીઓ આપી હતી.
આ સંબંધે શાષ્ટા ગામના ચારેલ ફળિયામાં રહેતા સોમાભાઈ સબુરભાઈ ચારેલે નોંધાવેલ ફરપિયાદને આધારે લીમખેડા પોલિસે શાષ્ટા ગામનાં ડાંગી કુટુંબના રસુલભાઈ મડીયાભાઈ, મહેશભાઈ મડીયાભાઈ, ચીમનભાઈ સબુરભાઈ તથા વિનોધભાઈ કુરબાનભાઈ વિરૂધ્ધ ઈપિકો કલમ ૪૩૫, ૪૨૭, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.