માનસીક ત્રાસથી વાજ આવેલ કરાર આધારિત સ્ટાફર નર્સે પોતાના પતિ તેમજ સાસરીયા સામે પોલિસ ફરિયાદ દાખલ કરી .
નીલ ડોડીયાર રમેશ પટેલ
દાહોદ તા. ૦૨

પતિ, સસરા, તેમજ અન્ય સાસરીયા દ્વારા બદચલન હોવાના આરોપ મૂકી બાપના ઘરે જતી રહેવા દબાણ કરી ઝઘડો તકરાર કરી લગ્નમાં ચડાવેલ દાગીના લઈ લીધા પછી મારમારી ગુજારાતા શારીરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલ કરાર આધારિત સ્ટાફર નર્સે પોતાના પતિ તેમજ સાસરીયા સામે પોલિસ ફરિયાદ કર્યાનું જાણવા મળ્યું છે.
લીમખેડાના જેતપુર(દુ) ગામની ૨૭ વર્ષીય નિલેશ્વરી બેનના લગ્ન કીરણભાઈ પારસીંગભાઈ નીનામા સાથે થયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં નિલેશ્વરીબેનને તેના પતિ કિરણભાઈ નીનામા પિયરમાં મુકી આવ્યો હતો તે પછી નિલેશ્વરીબેન તેની સાસરીમાં ગઈ હતી જેથી તેની સાસરીના પારસીંગભાઈ મંગાભાઈ, કમલેશ પારસીંગભાઈ તથા જ્યાબેન નરેશભાઈએ કહેલ કે, તારે અહીંયા રહેવાનું નથી, તું કીરણને ગમતી નથી, અમે તને રહેવા દેવાના નથી. તું ખરાબ ચારીત્ર્યની છે તુ અમારા ઘરમાં શોભે નહીં, તારા મા-બાપ નબળા છે. તું તારા બાપના ઘરે જતી રહે, નહીં તો તુ જીવતી નહી રહે. તેમ કહી બેફામ ગાળો બોલી ઝઘડો તકરાર કરી નિલેશ્વરીબેનને લગ્નમાં ચડાવેલ દાગીના તેની પાસેથી સાસરીયાવાળાઓએ લઈ લીધા બદા નિલેશ્વરીબેન પોતાના પતિ કિરણભાઈ પાસે જતા તેના પતિ કિરણે મારઝુડ કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી ઘરમાંથી કાઢી મૂકી શારીરીક અને માનસીક ત્રાસ આપ્યો હતો.
આ સંબંધે નિલેશ્વરીબેન નીનામાએ તેના પતિ તથા સાસરીયા વિરૂધ્ધ રંધીકપુર પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ઈપિકો કલમ ૪૯૮(ક), ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

