ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં N.M.M.S ની તૈયારી માટે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.
રિપોટર – અજય સાસી
ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં N.M.M.S ની તૈયારી માટે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું..
સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે જેમાં અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય વર્ગ સંજેલી – મોરા અને સુખસર તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ આજરોજ n.m.m.s શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી કરાવવાના હેતુસર પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.N.M.M.S પરીક્ષામાં ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે અને આ પરીક્ષા પાસ કરવાથી કેટલી શિષ્યવૃત્તિ મળે અને પરીક્ષાના માળખા વિશે સમજ આપી હતી.. વધુમાં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ.મકવાણા એ એવું જણાવ્યું હતું કે પ્રાથમિક શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, એકલવ્ય મોડેલ સ્કૂલ પ્રવેશ પરીક્ષા અને N.M.M.S જેવી પરીક્ષાઓની તૈયારી અનાથ બાળકોને તેમજ અપંગ બાળકોને અમારા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ વર્ગો પર વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે.. આજુ બાજુ કોઈ અનાથ બાળકો હોય તો સત્વરે સંપર્ક કરીને અમારા તાલીમ કેન્દ્રો પર અચૂક મુલાકાત કરવી… સાથે સાથે આ N.M.M.S પુસ્તકો વિતરણ કાર્યક્રમમાં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા તેમજ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો અશ્વિનભાઈ સી.સંગાડા અને રાજુભાઈ એસ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા