ઝાલોદ તાલુકાના થેરકા ગામની પરણિતાની પોલીસમાં રાવ
દાહોદ તા.૨૧
ઝાલોદ તાલુકાના થેરકા ગામે રહેતી એક પરણિતાને પતિ,સાસુ તેમજ સસાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી શારીરીક તેમજ માનસીક ત્રાસ આપી અમાનુષી ત્રાસ ગુજારતા આ સંબંધે પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે ધાંધવા ફળિયામાં રહેતી ભાનુમતિબેન મનોજભાઈ સંગાડાના લગ્ન ઝાલોદ તાલુકાના થેરકા ગામે માળ ફળિયામાં રહેતા મનોજભાઈ ગોરસીંગભાઈ સંગાડા સાથે થયા હતા. લગ્નના થોડા સમય ભાનુમતિબેનને સારૂ રાખ્યા બાદ પતિ મનોજભાઈ, સાસુ શકુંતલાબેન અને સસરા ગોરસીંગભાઈ દ્વારા પોત પ્રકાશવાનું શરૂ કરી દીધુ હતુ અને છેલ્લા ત્રણ વર્ષથી ભાનુમતિબેનને બેફામ ગાળો બોલી, તુ અમારા ઘરમાં કામકાજ કરતી નથી, તુ તારા પીયરમાં જતી રહે, તેમ કહી અવાર નવાર મેણા ટોણા મારી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતા હતા અને મારી નાંખવાની ધમકી પણ આપતાં હતા.
આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ ભાનુમતિબેને પોતાના પતિ મનોજભાઈ, સાસુ શકુંતલાબેન તેમજ સસરા ગોરસીંગભાઈ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

